આમાનો એક શેર મને ખૂબ પસંદ છે... પ્રેમાળ થઈને
કોઈ શિખામણ દઈ શકે... માણસ માત્ર ભૂલને પાત્ર છે. પણ એ કોઈક ભૂલ કરી બેસે કે માર્ગ
ચૂકી જાય તો બધા એને ઉતારી પાડે છે. એવે વખતે સાચા સ્વજન કે હિતેચ્છુ એને પ્રેરણા
આપે છે, માર્ગદર્શન ધરે છે, જેથી
એ પતન પણ પ્રગતિની સીડી બની જાય છે.
જે એ કહે કોઈ ન વ્યસન હોવું જોઈએ,
કેવું અઘરું એનું જીવન હોવું જોઈએ.
ફુલોમાં કેમ શ્રેષ્ઠ છે ફુલો કપાસના,
એમાં છૂપેલું મારું કફન હોવું જોઈએ.
આમ જ નિભાવે પ્રેમને એવાય હોય છે,
એવું કશું નથી કે વચન હોવું જોઈએ.
જીવનમાં લાખ ઘટના બને છે, ભલે બને,
એમાંથી એક-બેનું મનન હોવું જોઈએ.
કોઈ અગમ્ય ડરથી ઉપડતા નથી કદમ,
બસ આટલામાં એનું સદન હોવું જોઈએ.
આવું સરસ ન હોય વાતાવરણ કદી,
કોઈની સાથે તારું મિલન હોવું જોઈએ.
પ્રેમાળ થઈને કોઈ શિખામણ દઈ શકે,
જીવનમાં એક એવું પતન હોવું જોઈએ.
આંસુ ઢળીને હોઠ પર આવી ગયા ,
પીવાને માટે મારું રુદન હોવું જોઈએ.
- મરીઝ
कोई टिप्पणी नहीं:
एक टिप्पणी भेजें