હવે એમને જોવાનો કોઇ અર્થ નથી..
મને સમજી શકે એવું એમનું દિલ નથી..
એ તરછોડયા કરે અને........
એમને હું મજબુર કરું એ વાત મને મંજૂર નથી..
આંખો રડી.. .....દિલ રડયું......
હવે આંસુ સારવાનો કોઇ અર્થ નથી..
ભલે હું હાર્યો અને એ જીત્યા..પણ..
મારી હાર જેવો દમ એમની જીત માં નથી..
એમને પામી શકું.. એવી કોઇ રેખા મારા હાથમાં નથી..
પણ નસીબદાર તો એ નથી..
કેમ કે એમના નસીબમાં હું નથી !!

कोई टिप्पणी नहीं:
एक टिप्पणी भेजें