નિસ્બત છે અમારે ધરતીથી, તુજ સ્વર્ગનું વર્ણન
કોણ કરે ?
ઘર-દીપ બુઝાવી નાંખીને, નભ-દીપને રોશન કોણ કરે ?
જીવનમાં મળે છે જ્યાં જ્યાં દુ:ખ, હું
જાઉં છું ત્યાંત્યાં દિલપૂર્વક
મારાથી વધુ મુજ કિસ્મતનું, સુંદર અનુમોદન કોણ
કરે ?
વીખરેલ લટોને ગાલો પર, રહેવા દે પવન, તું
રહેવા દે
પાગલ આ ગુલાબી મોસમમાં, વાદળનું વિસર્જન કોણ કરે ?
આ વિરહની રાતે હસનારા, તારાઓ બુઝાવી નાખું પણ,
એક રાત નભાવી લેવી છે, આકાશને દુશ્મન કોણ કરે ?
જીવનની હકીકત પૂછો છો ? તો મોત સુધીની રાહ જુઓ
જીવન તો અધૂરું પુસ્તક છે, જીવનનું વિવેચન કોણ
કરે ?
લાગે છે કે સર્જક પોતે પણ કંઇ શોધી રહ્યો છે દુનિયામાં
દરરોજ નહિતર સૂરજને, ઠારી ફરી રોશન કોણ કરે ?
- સૈફ પાલનપૂરી
कोई टिप्पणी नहीं:
एक टिप्पणी भेजें